અધમણ સોનું સવામણ રૂપું

From Wikisource
Jump to navigation Jump to search

અધમણ સોનું સવામણ રૂપું, તેનો મેં તો વીંઝણો ઘડાવિયો.
વીંઝણો મેલીને હું તો જળ ભરવા ગૈ’તે નાને દિયરિયે લીધો,
નાના દિયર ! તમને ઘોડીલો આલું; આલો અમારો વીંઝણો.
ઘોડીલે તો ભાભી ! બેસતાં ન આવડે, નથી લીધો તારો વીંઝણો.

નાના દિયર ! તમને હાથીડા લઇ આલું, આલો અમારો વીંઝણો.

હાથીડે તો ભાભી ! બેસતાં ના આવડે, નથી લીધો તારો વીંઝણો.
નાના દિયર ! તમને બેની પરણાવું, આલો અમારો વીંઝણો.
તમારી બે’નીને પાટલે પધરાવો, પાછલે પડાળ તારો વીંઝણો.