આત્માષ્કકમ

From Wikisource
Jump to navigation Jump to search

મનોબુદ્ધયહંકાર ચિત્તાની નાહં .. ન ચ શ્રોત્રજિહ્‌વે ન ચ ઘ્રાણ નેત્રે . ન ચ વ્યોમભૂમિ ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપ: શિવોSહં શિવોSહમ્ – ..1

                     (હું)  મન -બુદ્ધિ--અહંકાર--અને ચિત્ત નથી
                        કર્ણ કે જિભ નથી અને નાક કે કાન નથી
                        આકાશ -પૃથ્વી -અગ્નિ --વાયુ (કે જળ )નથી
                     (હું)  ચિત્ આનંદ (સ્વ)રૂપ શિવ છું-હું શિવ છું    

ન ચ પ્રાણસંજ્ઞો ન વૈ પંચવાયુ ર્ન વા સપ્તધાતુર્ન વા પંચકોષાઃ . ન વાક્‌પાણિપાદં ન ચોપસ્થપાયૂ ચિદાનંદ રૂપ: શિવોSહં શિવોSહમ્ – ..2..

                    (હું) પ્રાણ(નામે જે ઓળખાય છે તે) નથી કે પાંચ વાયુ નથી 
                       સાત ધાતુ કે પાંચ કોશ નથી                     
                       હાથ ,પગ ,ઉપસ્થ અને પાયુ નથી (કર્મેન્દ્રિયો)
                     (હું)  ચિત્ આનંદ (સ્વ)રૂપ શિવ છું-હું શિવ છું                                  

ન મે દ્વેષરાગૌ ન મે લોભમોહૌ મદો નૈવ મે નૈવ માત્સર્યભાવઃ . ન ધર્મો ન ચાર્થો ન કામો ન મોક્ષઃ ચિદાનંદ રૂપ: શિવોSહં શિવોSહમ્ – ..3..

                     મારે રાગ દ્વેષ નથી, મારે લોભ મોહ નથી
                     મારા માં મદ નથી અને માત્સર્યભાવ પણ નથી
                     મારે માટે ધર્મ ,અર્થ ,કામ અને મોક્ષ્ નથી
                     (હું)  ચિત્ આનંદ (સ્વ)રૂપ શિવ છું-હું શિવ છું    

ન પુણ્યં ન પાપં ન સૌખ્યં ન દુઃખં ન મંત્રો ન તિર્થં ન વેદા ન યજ્ઞાઃ . અહં ભોજનં નૈવ ભોજયં ન ભોકતા ચિદાનંદ રૂપ: શિવોSહં શિવોSહમ્ – ..4..

                     મારે પુણ્ય નથી ,પાપ નથી ,સુખ નથી,દુખ નથી
                     મંત્ર નથી ,તીર્થ નથી ,વેદ નથી ,યજ્ઞ નથી
                     હું ભોજન નથી ,ભોજ્ય નથી અને ભોક્તા પણ નથી
                    (હું)  ચિત્ આનંદ (સ્વ)રૂપ શિવ છું-હું શિવ છું    

ન મે મૃત્યુ શંકા ન મે જાતિભેદઃ પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ . ન બન્ધુર્ન મિત્ર ગુરૂર્ નૈવ શિષ્યઃ ચિદાનંદ રૂપ: શિવોSહં શિવોSહમ્ – ..5..

                    મને મૃત્યુ નો ભય નથી ,જાતિ ના ભેદ થી હું પર છું
                    મારે માતા નથી ,મારે પિતા નથી કે જન્મ નથી
                    મારે બંધુ નથી,મિત્ર નથી,ગુરુ નથી અને શિષ્ય નથી
                    (હું)  ચિત્ આનંદ (સ્વ)રૂપ શિવ છું-હું શિવ છું    

અહં નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુ વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણામ્ . સદામે સમત્વં ન મુક્તિ ન બંન્ઘઃ ચિદાનંદ રૂપ: શિવોSહં શિવોSહમ્ – ..6..

                    (હું) વિકલ્પ રહિત છું ,નિરાકાર રૂપ છું
                    વિભુ છું ,સર્વત્ર સર્વ ઇન્દ્રિયો માં વ્યાપ્ત છું
                    મારા માં સદા સમત્વ છે-બંધન કે મુક્તિ ,બંને થી મુક્ત છું
                    (હું)  ચિત્ આનંદ (સ્વ)રૂપ શિવ છું-હું શિવ છું