સૌરાષ્ટ્રની જ્ઞાતિઓ

From Wikisource
Jump to: navigation, search

આહીર,આંડ,અતીત,આરબ,અગર,ઉદિયા,અબારી જાત,

કાઠિ,કાયસ્થ,કણલી,કોળી,કારડીયા,કડિયા,બહુભાત,

કંસારા,કાંક્સીયા,કસાઇ,કઠીયારા,કુંભાર,કલાલ,

ખ્રિસ્તી,ખત્રી,ખાંટ,ખારવા,ખોજા,ખોખર,ખસીયા,ખવાસ.

ગધેઈ,ગોલા,નેગોરોડાં,ગોડિયા,ગુર્જર,ગલકટા,

ગાંધર્વ,ગોહિલ,ઘાંચી,ઘેટીયા,નાગર,નાડીયા,અરુનટા,

સારસ્વત,ચારણ ને સોની,સતવારા,સુથાર,સંધાર,

સરાણીયા ,સેતા ને સૈયદ સંધી સુમરા શેખ ચમાર .

સલાટ,સીદી,સરવાણી ને છીપા,સરવણ,સેન,સિપાઈ

સગર,ચામઠા,ચુનરિયા ને વાંઢાળા,ગર,વસિયાં,આંય,

જ્ત,જાંટ,ડાકલિયા,ડફગર,દરજી,ઢાઢી,જિલાયા,ઢોલિ,

ધોબી,માલી,ધૂળ,ધોનારા,તાઇ,તૂરી ને તરક,તંબોલી.

તરગાળા,તમ્બુરીયા,થોરી,દેપાળા,પીંજારા,પઠાણ,

પુરબીયા,પારસી,પખાલી,મુલ્લાં,બાબી,મુલેસલામ,

બ્રામણ,બલોચ,બાબર,બારોટ,બજાણીયા,ભણસાલી,ભાંડ,

ભાવસાર,ભીલ,ભાટ,ભાટિયા,ભંગી,ભોપા,ભોઈ,ભરવાડ.

મેર,મુમના,મોચી,મેમણ,માધવિયા,મુંડા ને મીર,

મહિયા,મયાણા,મકરાણી ને માતંગ,મતવા,ગવલી,ફકીર,

રાજપૂત,બાબરીયા,રબારી,રામાનંદી,રાવળ,લોક,

રાજપૂત,લીબડીયા,લોધી,લોહાણા,લુહાર,અપોક.

વાંઝા,વોરા,વાદી,વાણીયા,વણઝારા,વણકર,વાધેર,

વાણંદ,વાઘરી,લંઘા,વેરાગી,હાટી,હાડી,હજામ,ડફેર,

ખરક,ખલાસી,વજીર,ગોદલીયા,ગારુડી,ચમાડીયા,પઢાર,

ડાંગશિયા,મારગી,મદારી,આડોડીયા,સેમલીયા,ચમાર.

મલેક,મોરી,માજોઠી,સફિયા,ચાકી,ચાટી,સુરાં,

પટ્ટણી,ચૌધરી,હાલપોત્રા,સમા,કુરેશી,ખરા,

મલ,મોતેસર,માલચડીયાદેદા,ગરવી,ભૈયા,ડોમ,

સુદાખરા,મોમીયા,નાગોરી થઇ એકસો સીત્તેર કોમ.

--પીંગળશીભાઈ ગઢવી