સુભાષિતો:મ

From Wikisource
Jump to: navigation, search
  1. મગ કહે હું લીલો દાણો ને મારે માથે ચાંદુ,
    બે ચાર મહીને પ્રેમે ખાય તો માનસ ઉઠાડું માંદુ

  2. મધ ,આદુ રસ મળવી, ચાટે પરમ ચતુર
    શ્વાસ ,શરદી, વેદના, ભાગે જરૂર

  3. મન મક્કમ, મજબૂત જેમનાં હૃદય વિશાળ મહાન,
    સાચી શ્રદ્ધા સાથ બાવડાં કામગરાં બળવાન.

  4. મર્યાદા મૂકે નહિ, સજ્જન લડતાં કોઈ,
    જ્યમ કુલવંતી નારીનું હસવું હોઠે હોય.

  5. મહેમાનોને માન દિલ ભરીને દીધાં નહિ
    એ તો મેડી નહિ મસાણ સાચું સોરઠિયો ભણે

  6. મા પડ મારા આધાર ચોસલાં કોણ ચડાવશે
    ગયા ચડાવણહાર જીવતા જાતર આવશે

  7. માગણ છોરું મહીપતિ ચોથી ઘરની નાર
    છતઅછત સમજે નહિ કહે લાવ લાવ ને લાવ

  8. માગ્યા સમી જગતમાં ચીજ એક પ્રીતિ,
    માગ્યે કદી નવ મળે ચીજ એય પ્રીતિ.

  9. ‘મારું, તારું’ કરે તેને લોકો કહે, ‘મારું, મારું.’
    ‘તારું, મારું’ કહે તેને લોકો કહે, ‘તારું, તારું.’

  10. માર્ગને મંઝિલ અગર જો હોય તો તે ત્યાં જ છે,
    ચાલનારાનાં ચરણ ને પંખીઓના પગ સુધી.

  11. માહ મહિનાનું માવઠું, જંગલ મંગલ ગીત,
    સમય વિનાનું બોલવું, એ ત્રણ સરખી રીત.

  12. મિત્ર એવો શોધવો, જે ઢાલ સરીખો હોય
    સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગળ હોય

  13. મુખ મોરો માથે મણિ, ઝેર તજ્યું નહિ નાગ,
    સંગત છતાં સુધર્યો નહિ, મોટું તેનું અભાગ.

  14. મુશ્કેલીમાં મિત્રની ખરી કસોટી થાય,
    હીરો સંઘાડે ચડે તો જ ચમક પરખાય.

  15. મૂરખને મોભો નહિ, કાસદને નહિ થાક,
    નિંદકને લજ્જા નહિ, નકટાને નહિ નાક.

  16. મોતી ભાંગ્યું વીંધતા, મન ભાંગ્યું કવેણ;
    ઘોડો ભાંગ્યો ખેડતાં,એને નહીં સાંધો નહીં રેણ

  17. મૈત્રી કે પ્રીતિને કાજે છે નાલાયક દુર્જન,
    અંગારો બાળતો ઊનો, ઠંડો કાળું કરે તન.

Personal tools
Namespaces

Variants
Actions
Navigation
Print/export
Toolbox