કલાપી

From Wikisource

Jump to: navigation, search

કલાપીના કાવ્યો

  1. એક ઘા
  2. જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે
  3. ભોળાં પ્રેમી
  4. ફુલ વીણ સખે!
  5. ગ્રામમાતા


[edit] કાવ્ય કંડિકાઓ

  • દેખી બુરાઈ ના ડરું હું શી ફિકર છે પાપની ?

ધોવા બુરાઈને બધે ગંગા વહે છે આપની.

ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી:

જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!


  • મુબારક હો તમોને આ તમારા ઈશ્કના રસ્તા;

હમારો રાહ ન્યારો છે, તમોને જે ન ફાવ્યો તે !


  • કલા છે ભોજ્ય મીઠી ને ભોક્તા વિણ કલા નહીં,

કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં.


  • પ્રેમીએ પ્રેમી જાતાં કો બીજાથી પ્રેમ જોડવો,

આવું કાં ન કરે સૌએ પ્રેમી જો કે મળે ખરો?

જોડવી એક જોડીને, બે કો ખંડિત થાય તો

બન્નેનાં એકબીજાથી ઓછાં જેથી બને દુઃખો.


  • પ્રેમને કારણો સાથે સંબન્ધ કાંઈયે નથી,

કારણ પ્રીતિનું પ્રીતિ : પ્રેમીની લક્ષ્મી તે બધી.


  • ઝૂરી ઝૂરી મરવામાં સ્નેહ સંતોષ માને,

નહિ કદી રસ શોધે સારસી અન્ય સ્થાને.


  • દર્દીના દર્દની પીડા વિધિને ય દિસે ખરી,

અરે ! તો દર્દ કાં દે છે, ને દે ઔષધ કાં પછી?


  • રે રે ! શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે,

લાગ્યા ઘાને વિસરી શકવા કાંઈ સામર્થ્ય ના છે.


  • હા ! પસ્તાવો - વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે,

પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.


  • ક્યાંયે હશે જો કો ખુદા તો ઈશ્કનો બંદો હશે,

જો ઈશ્કથી જુદો હશે તો ઈશ્કથી હારી જશે !


  • હતી જ્યાં વસ્લની ખ્વાહિશ, મળ્યું ત્યાં ઝેરનું પ્યાલું !

મગર તે જામને ભરતાં કહે તુજ હાથ શું આવ્યું?


  • વ્હાલી બાબાં! સહન કરવું એ ય છે એક લ્હાણું !

માણ્યું તેનું સ્મરણ કરવું એ ય છે એક લ્હાણું !


  • સૌન્દર્યો વેડફી દેતાં ના ના સુંદરતા મળે,

સૌન્દર્યો પામતા પ્હેલાં સૌન્દર્ય બનવું પડે.


'રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ;
નહિ તો ના બને આવું;' બોલી માતા ફરી રડી.


કલાપી