આર્તપણામાં ઈશ્વરપ્રાર્થના
From Wikisource
મારી નાડ તમારે હાથ હરિ સંભાળજો રે.
પ્યારા પોતાનો જાણીને પ્રભુપદ પાડજો રે ...ટેક.
પથ્યાપથ્ય નથી સમજાતું, દુઃખ સદૈવ રહે ઉભરાતું;
મને હશે શું થાતું ?નાથ નિહાળજો રે. મારી...
અનાદિવૈદ્ય આપ છો સાચા, કોઈ ઉપાય વિશે નહિ કાચા;
દિવસ રહ્યાં છે ટાંચા વેળા વાળજો રે. મારી...
વિશ્વેશ્વર શું હજી વિચારો, બાજી હથ છતાં કાં હારો?
મહા મુંજ્ગારો મારો નટવર ટાળજો રે. મારી...
કેશવ હરિ મારું શું થાશે ?ઘાણ વળ્યે શું ગઢ ઘેરાશે ?
લાજ તમારી જાશે ભૂધર ભાળજો રે. મારી...