|
સ્વયંભાવે નભ ઉલસે સદા, જેમ હેમપર્વત અદબદા;
- ઘનઘટાવિના થાએ વૃષ્ટ, એમ જ્ઞાનીને હોયે પુષ્ટ;
ગળી પાલો ગંગા થઇ વહે, ત્યાં અખો શું સાધન કહે.
નિરાધાર નાટક અટપટું, સ્વત સિદ્ધ દીસે સામટું
- ઉત્પત્તિ સ્થિતિ લય સેજે થાય, પ્રવાહતણી પેરે ચાલ્યું જાય
તેમાં આચાર્યે કીધી જુક્તિ, કલ્પ્યો બંધ ને માની મુક્તિ.
દર્શનભેદ દાવા મત ઘણાં, ગઢ બાંધી રયા આપ આપણા
- એક એકપે હુંકી રયા, અમે પામ્યા બીજા વેતા ગયા
અખા નાટકની એવી રીત, મન લાગે છે દ્વૈતાદ્વૈત.
જે છે તે ત્યાં આપોઆપ, બીજો તે નારાયણ થાપ
- સમી સમજ સમજ્યા વિના સૌ, આપાપણા મત તાણે બૌ
અખા ચાલ્યો મત માયા તણો, દ્વૈતઅધ્યારા સૌને છે ઘણો.
|
પંડિત ડાયા વિચારો સાત, પણ સાત વાતની એકજ વાત;
- જો પ્રગટ હરિ વસનારા થાય, ત્યાં સાધન ધર્મ ન જુએ કાંય;
અખા સાધન બીજાં જે બૌ, કાળકર્મકર સૌંપ્યાં સૌ.
ભણે ગણે હરિ નાવે હાથ, દાન તપસ્યા કાળને શાથ;
- વ્યાકરણ વેદ સમાધિ અભંગ, જોતાં સર્વ માયાનું અંગ;
અખા અણલિંગી પદ અનુપ, જ્યાં ધ્યેધ્યાતા ન રહે રૂપ.
પૂર્વજન્મ કર્મ અનુસાર, ઉત્તમ મધ્યમ ભોગ સંસાર;
- જેણે હું મમતા સત્ય માન્યો દેહ, ત્રિવિધ કર્મ કલ્પે છે તેહ;
પ્રાય અખા જ્યાંહાં દ્વૈતઅભાવ, ત્યાં પૂર્વ જન્મનો શિયો ઠરાવ.
મહાવિચાર વિચાર્યો અખે, જે ગગનચંદ નાવે જલવિષે;
- વચે લહરી તરંગ બુદબુદા, બિંદુવિકાર ઇંદુને નહિ કદા;
એમ પરમાત્મા જાણે પિંડ, તે મહામહાત્મા તારક ભૂમંડ.
|