અખાના છપ્પા(સુક્ષ્મદોષ અંગ)

From Wikisource

Jump to: navigation, search

નૈં પાપી ને નૈં પુણ્યવંત, એકલમલ તે સાચા સંત;

કાળચક્ર તે સ્વભાવે ફરે, સેજે ઉપજે સેજે મરે;

એમ જાણીને અખા જા ભળી, પુનરપિની કચકચ ગૈ ટળી.


ગ્રંથમાંઇ જેમ તેમ હો, પણ તરી નીસરે તેને શેનો ભો;

તું જાને જીવતો મરી, પછી દેણું લેણું રેશે ઠરી;

તાણો જીવ અખા ગયો ટળી, હવે શાંશો વાણો રેશે મળી.


દગુરુ મારગ સદા અલગ, જેમ પંખીને ગત્ય સળંગ;

પગ નૈં દીસે પંથ કપાય, તેમ સદગુરુ મારગ ઉપર જાય;

ઉપાય અખા નૈં લક્ષ શું કામ, કર્મધર્મ તો જ્યાં.




અખાના છપ્પા