અખાના છપ્પા(શ્થુળદોષ અંગ)

From Wikisource

Jump to: navigation, search


દોષ ન જોઇશ કેના ભૂર,તો હરિ દેખીશ બૌ ભરપૂર;

મેલી આંખે ક્યમ દીસે વસ્ત,જેણે જોયાં આમિષ ને અસ્ત;

અખા તોજ દીસે આતમા,જો નાવે રસના તાસમાં


પુરુષાકાર પૂરણબ્રહ્મ,જેણે સમજ્યો મુળગો મર્મ;

કર્મવાક્ય જીવબુદ્ધિ ગાય,સ્વયં વિના સિદ્ધાંત ન થાય;

નિજનું જ્ઞાન નિજરૂપે હોય,પાલો અખા જેમ થાયે તોય.


ણલિંગી હરિજનની કળા,કર્મ ન બાંધે આઘી બલા;

અહંતાપોત વિના નોહે ભાત્ય,દિવસ વિના તે શેની રાત;

લૌકિક લેખું રહે લોકમાં,અખા જીત નહિ ફોકફોકમાં.


રિજન સ્વેં હરિ નહિ માનવી,જેમ સરિતામાં ભળી જાહ્નવી;

તેની નિંદા કરતાં ક્રૂર,નિજ આતમથી પડશે દૂર;

હરિજન સર્વાંગે હરિવડે,અખા વેલો તાણ્યો આવે થડે.


પૂરણતામાં સર્વે સમાય,નદીવડે સાગર ન ભરાય;

જેમ દાવાનળ બાળે સર્વ,તેમ જ્ઞાનદોષ દહે સર્વ;

દેહવિકાર હરિજનને કશા,અખા જેહની મોટી દશા.

અખાના છપ્પા