અખાના છપ્પા(વિશ્વરૂપ અંગ)

From Wikisource

Jump to: navigation, search


ળા ચર્મકેરાં બૌ રૂપ, નટ દેખાડે ભાત્ય અનુપ;

ચામખેડામાં બેઠો છપી, રમી રૂપ છપાવી લે ખપી;

ખેલ ચાલે જે દીપક વડે, તેને અખા કાંયે નવ નડે.


ક્ષ ચોરાશી ખાણે જંત, પડતાં ન મળે ઇશ્વર અંત;

દીપક તે પર્મ ચૈતન બ્રહ્મ, જેવડે ચાલે ઇશ્વર કર્મ;

અખા એમ સમજી રહે જેહ, તેને નથી કોઇ કાળે દેહ.

પ્રભુ પામવા મારગ એક, સદગુરુશરણે જ્ઞાન વિવેક;

બીજા મારગ કોટાકોટ, રહે આવર્યા ગુણની ઓટ;

અખા નૌકાના મુષક જ્થા, વાર પાર ન જાણે કથા.


સ્તુ જાણવા સાધન કાજ, આરોપી બોલ્યા કવિરાજ;

ફળ તેનું તે જ્ઞાન વિવેક, જેમ તેમ કરી હરિ જાણે એક;

સમજી અખા સર્વ ધોઇકાઢ, નૈંતો હરિમાર્ગમાં થાશે આડ.


અખાના છપ્પા