અખાના છપ્પા(જ્ઞાની અંગ)

From Wikisource

Jump to: navigation, search


કળ લોક ત્યમ જ્ઞાતા પુરુષ, એમ જાણે તે નર છે મૂરખ;

દેહવિષે સૌ સરખા ગણે, જેમ કંચનતાર ત્રાપડમાં વણે;

અખા અમૃત તે પાણી નોય, રસ જાણી ગણશો માં તોય.


જ્ઞાનીનો લક્ષ પરપંચપાર, જેમ નાવ ચાલે ધ્રુને આધાર;

વણ વાળી જેમ વહે છે નદી, આવી મેલાણ કરે ઉદધી;

જેમ દીપક કેરી ગત્ય ગગન, એમ પરબ્રહ્મમાં અખા તું ગણ.


સેજ સ્વભાવે સર્વાતીત, દ્વૈત તેજ ભાસ્યું અદ્વૈત;

જેમ દુમાસવિષે બૌ દીસે ભાત્ય, પણ પોતથકી નૈં અળગી જાત્ય;

અખા જ્ઞાતા દેખે અશું, અદભુત કારણ જ્યાં ઉલસ્યું.

મજ્યો સમજ્યાની ગત લહે, જેમ સ્વપ્ન સાખ્ય બીજો નવ કહે;

નિજ પિંડ આદે ચૌદે લોક, વસતાં રહે તે દેખે ફોક;

સમજણહાર વિના સમજવું, કહે અખો હું એવું કેવું.


વન ત્રણ સ્ફુર્ણ મનતણું, જેમ સૂર્ય કારણ રેણીદિનતણું;

સૂરજવિના નોહે દિનરાત, તેમ તે વિના કોણ દેખે ભાત;

અખા તેમ જે મનને લહે, ત્યારે સેજે પરમ કારણ રહે.


રાપાર પરમેશ્વર વસે, સેજે સેજ ત્યાંથો ઉલસે;

આપે આપની પામે ભાળ્ય, ત્યારે જાય જગત જંજાળ;

અખા વાત એ સાચી જાણ, તેહ વિના મન રખતી વાણ.

અખાના છપ્પા