અખાના છપ્પા(આભડછેટનિંદા અંગ)
From Wikisource
|
આભડછેટ અંત્યજની જણી,બ્રાહ્મણ વૈષ્ણવ કીધા ધણી;
અખા હરિ જાણે જડ જાય,નૈં તો મનસા વાચા પેશીરે કાય.
સોનામખી સોનું નવ થાય,અખા આંધળીને પાથરતાં વાણું વાય. |
પોતાનાં પડખાં નવ જુવે,હાડ ચામડા મુરખ ધુવે;
હરી જાણ્યા વિના ભૂલા ભમે,અખા પાર ન પામે ક્યમે. |